નવી દિલ્હી: કોરોના વાયરસનો કહેર દુનિયાની સાથે સાથે ભારતમાં પણ વધી રહ્યો છે. તેના ઈન્ફેક્શનને રોકવા માટે આજે જનતા કર્ફ્યૂ જાહેર કરવામાં આવ્યો છે. સવારે 7 વાગ્યાથી લઈને રાતે 9 વાગ્યા સુધી તે રહેશે. સરકારી આંકડા મુજબ દેશમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના 324 કેસ સામે આવ્યાં છે. જ્યારે તેમાંથી 41 વિદેશી છે. . મુંબઇમાં એક કોરોના પીડિતનું મોત થયું છે. મળતી માહિતી મુજબ મૃતકની ઉંમર 63 વર્ષ હતી અને તેમને હાઈ બ્લડ પ્રેશર અને ડાયાબિટિસની બીમારી હતી. મુંબઇ બાદ તાજો કેસ પટણાથી આવ્યો છે. મૃતક હાલમાં જ કતારથી પાછો ફર્યો હતો અને પટણાની AIIMSમાં સારવાર હેઠળ હતો. તેની ઉંમર 38 વર્ષ હતીઅત્રે જણાવવાનું કે દેશભરમાં કોરોના વાયરસના કારણે 5 લોકોના મોત થયા છે. જેમાંથી બે મોત મુંબઇમાં થયા છે. ભારત સરકાર તરફથી લોકોને આ વાયરસ પ્રત્યે જાગૃત કરવામાં આવી રહ્યાં છે. તેને ફેલાતો અટકાવવા માટે અનેક પગલા પણ લેવામાં આવી રહ્યાં છે. વિદેશમાં ફસાયેલા ભારતીયોને સરકાર પાછા લાવી રહી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગભરાવવાની જરૂર નથી, કોરોનાને જડબાતોડ જવાબ આપવા માટે છે જનતા કર્ફ્યૂ


અત્રે જણાવવાનું કે ગુજરાતમાં પણ છેલ્લા ત્રણ દિવસમાં કોરોનાનો પ્રકોપ જોવા મળ્યો છે અને કોરોનાના 14 પોઝિટિવ કેસ જોવા મળ્યાં છે. રાજ્યના ચાર મહાનગરો અમદાવાદ, રાજકોટ, વડોદરા અને સુરતને આંશિક લોકડાઉનની સ્થિતિમાં નાખી દેવાયા છે. જરૂરિયાતની વસ્તુઓ મળશે.


જુઓ LIVE TV 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube